દેશ-વિદેશ
News of Friday, 9th November 2018

ફ્લાઈટમાં બાળક રડી પડતા આ રીતે એરહોસ્ટેસે કરી મદદ: માતા પણ થઇ ગઈ ભાવુક

નવી દિલ્હી: ફ્લાઈટમાં કામ કરતી એરહોસ્ટેસ પાટ્રીશને ફ્લાઈટમાં એક અજીબ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી હતી તે ડ્યુટી પર હતી ત્યારે ફ્લાઈટમાં એક બાળક રડવા લાગ્યું અને ઘણા સમય સુધી ચૂપ ન થતા તેની માતા પાસે તે ગઈ અને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેને જાણવામાં આવ્યું કે બાળકનું દૂધ પૂરું થઇ ગયું છે અને એરહોસ્ટેસ સમજી  ગયા કે તેની સિવાય કોઈ  પણ મહિલા તેની મદદ કરી શકે તેમ નથી એવામાં  તેને બાળકોને ફીડિંગ કરાવવાનો ઓપ્શન આપ્યો આ સાંભળતા જ બાળકની માતા ભાવુક થઇ ગઈ અને તેને એરહોસ્ટેસને પોતાનું બાળક સોંપી દીધું હતું અને આ એરહોસ્ટેસે પોતાનું દૂધ આ બાળકને પીવડાવ્યું હતું.

(3:08 pm IST)