દેશ-વિદેશ
News of Friday, 9th November 2018

ઝકરબર્ગની પત્ની પ્રિસિલા નવી પેઢીના ઉદ્ધાર માટે કરશે 4.45 લાખ કરોડનું દાન

ત્રણ વર્ષ પહેલાં દીકરીના જન્મ વખતે 99 ટકા સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી હતી

કેલિફોર્નિયા: ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન નવી પેઢીના ઉદ્ધાર માટે 61 અબજ ડોલરનું દાન કરવાના છે

 

  ફેસબુકના હાલની શેરપ્રાઈસ પ્રમાણે બંનેની સંપત્તિ આ રકમ કરતાં વધારે છે. ઝકરબર્ગ અને ચાન ત્રણ વર્ષ પહેલાં તેમની દીકરીના જન્મ વખતે 99 ટકા સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી ચૂક્યાં છે. ગયા વર્ષે તેમણે ચાન ઝકરબર્ગ ફાઉન્ડેશનને 1.9 અબજ ડોલર આપ્યા હતા.

 

(3:02 pm IST)