News of Tuesday, 9th October 2018
અમેરીકા : ન્યુયોર્કમાં બે વાહન વચ્ચે અકસ્માત : ૪ સગી બહેનો સહિત ૨૦ લોકોના મોત : ૩ બહેનોના પતિના પણ પોતઃ ૨૦૦૯ પછીનો સૌથી ઘાતક અકસ્માત
અમેરીકાના ન્યુયોર્ક શહેરમાં શનિવારે થયેલ માર્ગ અકસ્માતમાં ૨૦ લોકોના મૃત્યુ થયા છે. જેમાં ૪ સગી બહેનોનો પણ સમાવેશ થાય છે. આમાંથી ત્રણ બહેનોની સાથે એમના પતિ પણ આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ છે. અહેવાલ પ્રમાણે ૨૦૦૯ બાદ અમેરીકામાં થયેલ આ સૌથી વધારે ઘાતક માર્ગ અકસ્માત છે.
(1:01 pm IST)