દેશ-વિદેશ
News of Monday, 9th September 2019

ઓએમજી....ચીનમાં સતત વધી રહી છે ગધેડાઓની સંખ્યા: આ કારણો છે જવાબદાર

નવી દિલ્હી: એક સમય હતો જયારે લોકો કોઈને હતોત્સાહિત કરવા માટે તેને ગધેડા કહેતા હતા પરંતુ હવે સમય બદલાઈ ગયો છે બદલાતા સમયમાં  થોડાક દેશોમાં ગધેડાઓની તસ્કરી કરવામાં આવી રહી છે. અને ઘણાબધા દેશો માં તો ગધેડાઓનું માસ પણ વેચવામાં આવી રહ્યું છે.

     વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેન્યાના ગામમાં ગધેડાઓની ચોરી કરવામાં આવી રહી છે. કહેવાય રહ્યું છે કે ગધેડા ત્યાંના ખેડૂતો માટે તેમના જીવનયાપનનું સાધન સમાન છે. અને તેના ગાયબ થવાથી ખેડૂતોને ખુબજ નુકશાન થતું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:26 pm IST)