દેશ-વિદેશ
News of Monday, 9th September 2019

સ્ટ્રેચ માકર્સ માટે કરો કોકોનટ ઓઇલનો ઉપયોગ

સ્ટ્રેચ માકર્સ  એ એક પાતળી સીધી લાઈનો હોઈ છે જે આપણી સ્કિન પર વજન વધવા થી અથવા ઘટવા થી અથવા ગર્ભવસ્થા ને કારણે થાઈ છે.સ્ટ્રેચ માકર્સ  આપણા શરીરના કોઈ પણ ભાગ પર થઇ શકે છે. પરંતુ, તે મોટા ભાગે આપણા થાઈ અને પેટ ના એરિયાની અંદર થાય છે. સર્જીકલ મેથડ દ્વારા પ્લેથોરા દ્વારા સ્ટ્રેચ માકર્સથી છુટકારો મેળવી શકાય છે. પરંતુ, તેમની એક પણ વસ્તુ એવી નથી કે જેની સાઈડ ઈફેકટ ન થતી હોઈ. અને તે પ્રકાર ની કોઈ પણ કોસ્મેટિક વસ્તુઓ ખુબજ મોંઘી પણ આવતી હોઈ છે. જેના કારણે તમને સારો એવો ખર્ચ થઇ શકે છે.

સ્ટ્રેચ માકર્સની ત્વચા પર Direct કોકોનટ ઓઇલ લગાવો :

માઇક્રોવેવમાં ફકત નારિયેળના તેલનું એક ચમચી ગરમ કરો અને તેને સહેલાઇથી સ્ટ્રેચ માકર્સની ત્વચા પર મસાજ કરો. આ ઘરેલું ઉપચાર થી તમને ફાયદો થશે. શ્રેષ્ઠ પરિણામ મેળવવા આ રીતે ઓછામાં ઓછા બે વખત નાળિયેર તેલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.

કોકોનટ ઓઇલનો ઉપયોગ ઓલિવ ઓઇલ સાથે કરો :

નારિયેળ તેલ અને ઓલિવ તેલનું એક ચમચી લો, અને તેમને એકસાથે મિશ્ર કરો. માઇક્રોવેવમાં આ તેલને ગરમ કરો. ત્યારબાદ તેને સ્ટ્રેચ માકર્સ  પર લગાવી, મસાજ કરો અને રાતોરાત તેને છોડી દો. સવારમાં, ગરમ પાણીથી તેને ધોઈ લો.

કોકોનટ ઓઇલ નો ઉપયોગ એલોવેરા જેલ સાથે કરો :

 એલોવેરા જેલની ૨ ચમચી અને તેને નારિયેળની એક ચમચી સાથે મિશ્ર કરો. આ હોમમેઇડ મિશ્રણને સ્ટ્રેચ માકર્સ પર લગાવો. પછી તેને ભીના કપડાથી તેને સાફ કરી લેવું. સ્ટ્રેચ માકર્સ   ઘટાડવા માટે આ પદ્ઘતિને તમે રોજ ઉપયોગ કરી શકો છો.

(9:33 am IST)