દેશ-વિદેશ
News of Thursday, 9th August 2018

૭૦ વર્ષના આ દાદા દિવસમાં ર૦ કલાક પોકેમોન ગો રમે છે

બીજીંગ તા. ૯ : એક સમય હતો જયારે યંગસ્ટર્સ અને ટીનેજર્સમાં પોકેમોન ગો ગેમનો જબરજસ્ત ક્રેઝ હોત. જો કે તાઇવાનમાં ચેન શેન્યુઆન નામના દાદા આ ભુલાઇ રહેલા ક્રેઝ પાછળ હજીયે એટલા જ પાગલ છે. કોઇ વ્યકિત એક-બે સ્માર્ટફોન પર આ રમત રમી શકે. પણ આ દાદા એકસાથે નવ સ્માર્ટફોન પર આ રમત રમે છે. એ માટે તેમણે પોતાની બાઇસિકલના હેન્ડલ પર ખાસ સ્ટેન્ડ્સ બનાવ્યાં છે. આ નવેનવ સ્માર્ટફોનમાં અલગ-અલગ નવ પોકેમોન ગો અકાઉન્ટ્સ ચાલે છે અને હવે તો ચેન વિશ્વના સૌથી ડેડિકેટેડ પોકેમોન ગો પ્લેયર બની ગયા છે. તેઓ આખો દિવસ સાઇકલ લઇને ફરતા રહે છે અને પોકોમોન હન્ટિંગ કરતા રહે છે. મોબાઇલ ડેડ થવાને કારણે ગેમ પડતી મુકવી પડે એવો સ્કોપ જ તેમણે રાખ્યો નથી કેમ કે હેન્ડલબારની આગળના બાસ્કેટમાં તેમણે દરેક સ્માર્ટફોન માટે નવ પાવરબેન્ક રાખી છે. તાઇપેઇમાં રહેતા આ દાદા રોજ કેટલો સમય અને અને કેવી રીતે આ ગેમ રમવામાં વ્યસ્ત રહે છે એ જાણવામાં ઘણા લોકોને રસ છે. તાઇવાનના મીડિયામાં પણ આ દાદાની પોકેમોન ગો રમવાની એફિશ્યન્સી વિશેના રિપોર્ટ્સ આવ્યા છે. ચેનને પહેલી વાર તેના પૌત્ર પાસેથી આ ગેમ વિશે ખબર પડેલી પૈત્ર પાસેથી શીખીને દાદાને ગેમમાં એટલો રસ પડવા લાગ્યો કે તેમનો આખો દિવસ એમાં જ વ્યસ્ત જવા લાગ્યો છે. વીકમાં પાંચથી છ દિવસ તેઓ રામે છ.ે અને માટે ઇન્ટરનેટ પેકેજ, એપ પચેઝ અને સાઇકલને અપગ્રેડ કરવા માટે મહિને લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખે છે.

(3:32 pm IST)