દેશ-વિદેશ
News of Thursday, 9th July 2020

બોલો લ્યો.. મેમરી ટેસ્ટમાં આફ્રિકન પોપટે હાર્વડના છાત્રોને હરાવ્યા

લંડન,તા.૯: ગ્રિફિન નામના ૨૨ વર્ષના પોપટે એક મેમરી ટેસ્ટમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક બાળકોને હરાવીને બધાને ચકિત કરી દીધા હતા. શેલ મેમરી ગેમ અંતર્ગત ચાર એક સરખા રંગના કપમાંથી એકની નીચે એક રંગીન વસ્તુઓ મુકવામાં આવી હતી અને ત્યાર બાદ કપને આડા-અવળા ફેરવવામાં આવ્યા હતા. જે પછી કયા કપની નીચે રંગીન વસ્તુ પડી છે, તે શોધવામાં આ આફ્રિકાનો ભૂખરા રંગનો પોપટ હાર્વર્ડના વિદ્યાર્થીઓ અને અન્યો કરતાં વધુ ચતુર સાબિત થયો હતો.

હાર્વર્ડના સંશોધકો માનવીય યાદશકિતના કૌશલ્યની સરખામણી આફ્રિકાના ભૂખરા રંગના પોપટની સાથે કરી રહ્યા છે. માનવ ઉક્રાંતિમાં આ પક્ષી, માનવોથી ૩૦ કરોડ વર્ષ પૂર્વે અલગ થયું હતુ. આ અનોખા મેમરી ટેસ્ટમાં હાર્વર્ડમાં અભ્યાસ કરતાં ૨૧ અંડરગ્રેજયુએટ્ વિદ્યાર્થીઓ તેમજ ૨૧ છ થી આઠ વર્ષના બાળકોએ ભાગ લીધો હતો. જેમની સામે ૨૨ વર્ષનો ગ્રિફિન નામનો એક આફ્રિકન ભૂખરા રંગનો પોપટ હતો. તેમની વચ્ચે કલાસિક શેલ ગેમ્સના કેટલાક રાઉન્ડનું આયોજન થયું હતુ.

(3:43 pm IST)