દેશ-વિદેશ
News of Tuesday, 9th July 2019

ચીનનો યુએસને આગ્રહઃ તાઇવાનના ર.ર અબજ ડોલરના હથિયારોનું વેચાણ તાત્‍કાલીક રદ કરે

         ચીનએ અમેરીકાને અનુરોધ કર્યો છે કે તે તાઇવાન ને ર.ર અબજ ડોલરના યુદ્ધ ટેન્‍ક  અને વિમાન ભેદી મિસાઇલ જેવા હથિયાર વેંચવાનો સંભવિત સમજુતી થઇ છે તે તાત્‍કાલીક રદ કરી દયે.

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરીકા દ્વારા તાઇવાનને હથિયાર વેંચવા ચીન સિદ્ધાંતનુ ગંભીર ઉલ્લંઘન છે. આ ચીનની સંપ્રભુતા અને સુરક્ષાના હીતોને કમજોર કરે છે.

ચીનએ કહ્યું કે આ અમારા દેશના આંતરિક મામલામાં હસ્‍તક્ષેપ છે

 

 

(10:37 pm IST)