News of Monday, 9th July 2018
તુર્કીમાં ટ્રેન પાટા પરથી ઉતરતા 10 મોતને ભેટ્યા
નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમ તુર્કીમાં રવિવારના રોજ એક ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 73 લોકોને ઇજા પહોંચી છે સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ યુનાની સીમા નજીક ટ્રેનના પાંચ કે છ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી જવાના કારણે આ ઘટના બની છે જેમાં 10 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 73ને ઇજા પહોંચી છે.
(7:01 pm IST)