દેશ-વિદેશ
News of Saturday, 9th June 2018

ઘરે નવું પપી લાવો તો નોર્વેની કંપની એ માટે કર્મચારીઓને આપે છે પેઇડ પેટર્નિટીલીવ લીવલીવ

લેબ્રીન તા ૯ : નોર્વેમા પાળતુ પ્રાણીઓ સપ્લાય કરતી એક કંપની પોતાના કર્મચારીઓને ઘેર નવું પ્રાણી પાળવા માટે ખાસ લીવ આપે છે. સમાન્ય રીતે વ્યકિત પિતા બને ત્યારે પેટર્નિટી લીવ મળે છે. પરંતુ આ કંપની પેટ્સં લાવવા માટે પેટર્નિટી લીવ આપે છે. મસ્ટી ગ્રુપ નામનીઆ કંપનીની નોર્વેમાં અનેક બ્રાન્ચ પણ છે. અને કુલ ૧૫૦૦ થી વધુ લોકો કામ કરે છે. કંપનીના મુખ્ય અધિકારી ડેવિડ સનેબર્ગનું કહેવું છે કે જયારે તમે નવું પ્રાણી પાળવા માટે ખુબ સમય જોઇએ છે પપી પણ નવા વાતાવરણમાં સેટ થતું નથી અને કયારેક ધમાલ મચાવે છે. એવા સમયે માલિક સંપૂર્ણ સમય પાળતુ પ્રાણીને આપે એ જરૂરી છે. કોઇપણ કર્મચારી નવું પ્રાણી ઘરે લાવે એટલે તેને ત્રણ દિવસની પેઇડ લીવ મળી શકે છે.આ  ત્રણેય રજાઓ એક સાથે લેવી કે પેટની જરૂરિયાતને જોઇ અલગ અલગ લેવી એ જે તે વ્યકિત પર નિર્ભર છે. પેટ્સ સાથે માત્ર સાંજે કે વીક-એન્ડસમાં જ હળવા મળવાથી તેની સાથે રેપો બાંધવામાં બહુ વાર લાગે છે.

(4:10 pm IST)