દેશ-વિદેશ
News of Saturday, 9th June 2018

૪૭૦ કરોડમાં વેચાઇ ૧૯૬૩માં બનેલી આ ફેરારી

ન્યુયોર્ક તા.૯: જુજ માત્રમાં બનેલી કેટલીક જુની ચીજો કેટલી મોંઘી જણસ બની જશે એનો કોઇ અંદાજ લગાવાઇ શકાય એવું રહયું નથી. તાજેતરમાં અમેરિકામાં જીટીઓ કાર ૭૦ મિલીયન ડોલરમાં વેચાઇ.રૂપિયામાં કન્વર્ટ કરીએ તો અધધધ ૪૭૦ કરોડ રૂપિયા થાય. કહેવાય છે કે આ સિરીઝની માત્ર ૩૬ જ કાર બનાવવામાં આવેલી. જર્મન કાર-કલેકટર ડેવિડ મેકનીલે આ કાર વેચી હતી જે એક પ્રાઇવેટ ડીલથી વેચાઇ હતી. હિસ્ટોરિયન અને ફેરારી-એકસપર્ટ માર્કલ મેસિનીની હાજરીમાં આ ડીલ થઇ હતી.

આ પહેલાં સોૈથી મોંઘી કારનું વેચાણ ૨૦૧૩માં થયેલું અને કાર બાવન મિલ્યન ડોલરમાં વેચાઇ હતી. એ વખતની ડોલરની કિંમતની સરખામણીમાં તાજેતરમાં થયેલી ડીલ લગભગ બમણી છે. માર્કલ્ મેસિનીનું કહેવું છે કે આગામી બે-પાંચ વર્ષમાં ફેરારીની આવી કાર ૧૦૦ મિલ્યન ડોલરમાં એટલે કે હાલના લગભગ ૬૭૬ કરોડ રૂપિયા સુધીમાં વેચાશે. (૧.૫)

(4:08 pm IST)