દેશ-વિદેશ
News of Saturday, 9th June 2018

ફેશન-શોમાં મોડલો ને બદલે ડ્રોને કર્યુ રેમ્પ-વોક

દુબઇ તા.૯ :  સાઉદી અરેબિયાની એક લકઝરી હોટેલમાં યોજાયેલા ફેશન-શો તાજેતરમાં સોશ્યલ મિડીયા પર મજાકનું કારણ બની ગયો હતો. કારણ એ હતુ કે એમા મોડલ્સને બદલે ડ્રોન્સ પર કપડાને ટીંગાડીને દર્શકોની વચ્ચે ફેરવવામાં આવ્યા હતા.  જેદાહની હિલ્ટન હોટલમાં યોજાયેલા આ શોની વિડીયો-કિલપ્સ ટ્વિટર પર મુકાઇ હતી અને જોતજોતામાં વાઇરલ થઇ ગઇ હતી. વર્ષોથી જે દેશમાં મહિલાઓને મુળભુત કહેવાય એવા અધિકારોથી વંચિત રખાઇ છે ત્યા હવે મહિલાઓને વધુ સ્વતંત્રતા અને અધિકારો આપીને દેશની છબી બદલવાનો સભાન પ્રયાસ થઇ રહ્યો છે. થોડાક મહિના પહેલા સાઉદી અરેબિયામાં પહેલવહેલી વાર મહિલા મોડલ્સ રેમ્પ-વોક  કરતી હોય એવો ફેશન-શો યોજાયેલો. અલબત્ત, એમા પણ દર્શકો તરીકે માત્ર મહિલાઓને જ જવાની પરવાનગી હતી. તાજેતરમાં મુસ્લીમોના પાક મહિના રમઝાનમાં યોજાયેલા આ ફેશન - શોમાં  ડ્રોનનો ઉપયોગ થતા સોશ્યલ મિડીયા પર લોકોએ સાઉદી અરેબિયાના વલણની  કિરકિરી કરી હતી. ફેશન-શોના આયોજકોનું કહેવુ છે કે દર વર્ષે રમઝાન દરમ્યાન  આવા ફેશન-શો યોજાય છે. જેમા મેનિકિન પર કપડા ટીંગાડવામાં આવે છે, પણ આ વખતે નવી ટેકનોલોજીનો પ્રયોગ કરવાનું ખૂબ સમજી વિચારીને કરવામાં આવ્યુ હતું.

(4:07 pm IST)