દેશ-વિદેશ
News of Saturday, 9th June 2018

સારૂ ટીમ વર્ક કરવુ હોય તો એક સાથે કોફી પીવો

ન્યુયોર્ક તા.૯ : કોફીમાનું કેફીન અલર્ટનેસ વધારે હોય છે. એવુ તો સૌ જાણે છે. પરંતુ અમેરિકાના અભ્યાસકર્તાઓનું એવુ કહેવુ છે કે જ્યારે તમે ટીમ-વર્ક કરતા હો ત્યારે એક કપ કોફી પીવાથી સૌનો સહિયારો પર્ફોમન્સ સુધરે છે. અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાંતોનુ કહેવુ છે કે જ્યારે ટીમના તમામ મેમ્બર્સને એકસાથે બેસાડીને કંઇક ક્રિએટીવ કામ કરવાનું હોય ત્યારે એ પહેલા કોફી પીવાથી બધાનો સહયોગ મળે છે. અને સૌનો કામ પ્રત્યેનો અપ્રોચ પોઝીટીવ હોવાથી કામ સારૂ થાય છે. અભ્યાસકર્તાઓએ ૧૦૦ વિદ્યાર્થીઓને ટીમ-ટાસ્ક આપીને કરેલા પ્રયોગના અંતે આવુ તારવ્યું છે. ટીમમા ચર્ચા વિચારણા કરતા પહેલા એક ગ્રુપને પહેલી જ એક કપ કોફી પિવડાવવામાં આવી હતી જ્યારે બીજા ગ્રુપને મીટીંગ પુરી થયા પછી કોફી આપવામાં આવી હતી. ત્યાર બાદ બન્ને ગ્રુપના લોકોને તેમની ટીમ વીશે કેટલાક જનરલ સવાલો પૂછવામાં આવ્યા તેમ જ આપેલો ટાસ્ક કેવી રીતે કમ્પલીટ થયો અને એમા કોનું કેટલુ યોગદાન રહ્યુ એ પણ નોંધવામાં આવ્યુ. અભ્યાસકર્તાઓએ નોંધ્યુ હતુ કે જે ગ્રુપને મિટીંગ પહેલા કોફી આપવામાં આવી હતી એ ગ્રુપના લગભગ મોટા ભાગના મેમ્બર્સ ટાસ્કમાં યોગદાન આપ્યુ હતુ. ટીમ મેમ્બરોનો એકમેક પ્રત્યેનો અપ્રોચ પણ પોઝીટીવ હતો. ડિસ્કશન પુરૃં થયા પછી જે ગ્રુપને કોફી આપવામાં આવી હતી તેમનામાં આવો કોઇ ફરક જોવા નહોતો મળ્યો.(૧૭.૨)

(4:07 pm IST)