દેશ-વિદેશ
News of Monday, 9th May 2022

અમેરિકામાં ગર્ભપાતનો અધિકાર મળ્યા પછી થયો આ ફાયદો:રોજગારમાં મહિલાઓની સંખ્યામાં થયો 14 ટકાનો વધારો

નવી દિલ્હી: ન્યૂયોર્કના બ્રોડવે થિયેટરમાં આસિસ્ટન્ટ તરીકે પોતાના કામના દિવસોને યાદ કરતા રહે છે કે, તે વાતાવરણની જીવંતતા હું ભૂલી શકતી નથી. 1976માં ગર્ભપાતનો નિર્ણય લીધા પછી તેણે કામની શરૂઆત કરી હતી. તેના ત્રણ વર્ષ અગાઉ અમેરિકાની સુપ્રીમકોર્ટે બહુચર્ચિત રો વિરુદ્ધ વેડ કેસમાં ગર્ભપાતને બંધારણિય અધિકાર જાહેર કર્યો હતો. 69 વર્ષની શ્વાર્ટ્ઝ હવે નિવૃત્ત થઈ ચૂક્યાં છે. નિવૃત્તિ પછી તેઓ મહિલાઓને ગર્ભપાત ક્લિનીક સુધી પહોંચવામાં મદદ કરે છે. અનેક કાયદાઓને કારણે ગર્ભપાતમાં મુશ્કેલીના કારણો જોતાં શ્વાર્ટ્ઝે આ કામ હાથમાં લીધું છે. અમેરિકામાં હવે ગર્ભપાતનો અધિકાર જોખમમાં મુકાય તેવું દેખાઈ રહ્યું છે. ગયા સપ્તાહે સુપ્રીમકોર્ટના લીક થઈ ચૂકેલા એક ચૂકાદામાં રો-વેડ કેસના ચૂકાદાને ફેરવી નખાયાનો ખુલાસો થયો છે. આ ચૂકાદો આવતા મહિને આવી શકે છે. 67 વર્ષની જિની જિલેટિસ 2016માં ઈતિહાસના પ્રોફેસરની નોકરીમાંથી નિવૃત્ત થયાં છે. તેઓ પણ મહિલાઓને ગર્ભપાત ક્લિનિક સુધી પહોંચાડવાના અભિયાન સાથે જોડાયેલાં છે. કામ અને તકની બાબતે શ્વાર્ટ્ઝ અને જિલેટિસ જેવી મહિલાઓની દુનિયા 1970ના દાયકામાં ઝડપથી બદલાઈ હતી. ગર્ભપાતનો કાયદાકીય અધિકાર મળ્યા પછી લેબર ફોર્સમાં મહિલાઓની ભાગીદારી 1970ના 43%થી વધીને 2019માં 57.4% થઈ ગઈ છે. આટલા વર્ષમાં બીજા અનેક કારણોસર નોકરીઓ અને અન્ય કાર્યોમાં મહિલાઓની સંખ્યા વધી છે, પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે, ગર્ભપાતનો અધિકાર સૌથી મોટું કારણ છે. શ્વાર્ટ્ઝ સહિતની મહિલાઓ માને છે કે, ગર્ભપાતનો અધિકાર મળ્યા પછી તેમને આર્થિક સ્થિરતા મળી છે, તેઓ ક્લિનિકમાં આવતી યુવતીઓને પણ પોતાનાં અનુભવ જણાવે છે.

 

(6:21 pm IST)