દેશ-વિદેશ
News of Wednesday, 9th May 2018

લાવા ઝડપથી આગળ વધી રહયો છેઃ ઇમરજન્સી સહાય માટે અમેરીકાને અપીલ કરતા ગર્વનર

 હવાઇઃ કિલાઉ  જવાળામુખી સક્રિય થયાનો પાંચમો દિવસઃ ગર્વનર ઇગેએ યુએસ ફેડરલે ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરીટી સાથે વાત કરી : જવાળામુખીના લાવાના કારણે જમીનમાં મોટી તિરાડો પડી રહી છે

   હોનાલુલુઃ હવાઇમાં કિલાઉ જવાળામુખી સક્રિય થયાનો આજે પાંચમો દિવસ છે. હવાઇ ગવર્નરે ફેડરલ સહાય માંગી છે. ગવર્નર ડેવિડ ઇગેના જણાવ્યા અનુસાર,  કિલાઉ જવાળામુખી સક્રિય થવાના કારણે અત્યાર સુધી ૩૫ ઘરો ખાખ થઇ ગયા છે અને હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. હવાઇ આઇલેન્ડના લૈલાની એસ્ટેટ્સમાં ગઇકાલે ગવર્મેન્ટે લોકોને તાત્કાલિક એરિયા ખાલી કરી દેવાના આદેશ આપ્યા હતા. લાવાનો ફ્લો એટલો ઝડપથી વધી રહ્યો છે કે, ઓથોરિટીએ લોકોને એક સેકન્ડનો સમય વ્યર્થ જવા દીધા વગર એરિયા ખાલી કરી દેવાનું કહ્યું છે.

 હવાઇ ગવર્નર ડેવિડ ઇગેએ વ્હાઇટ હાઉસ અને યુએસ ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કરી છે.

  જવાળામુખીના કારણે અત્યાર સુધી ૩૫ ઘરો ખાખ થઇ ગયા છે, જયારે ૧,૭૦૦ જેટલાં લોકોને રાતોરાત સ્થળાંતર કરવું પડ્યું હતું.  જવાળામુખીના લાવાના કારણે જમીનમાં મોટી તિરાડો પડી રહી છે. સ્થળાંતર કરાયેલા લોકો  આઇલેન્ડ પર કયારે પરત ફરી શકશે તે કહેવું  મુશ્કેલ છે.

(4:07 pm IST)