દેશ-વિદેશ
News of Friday, 9th April 2021

કોલંબિયામાં 104 વર્ષની ઉંમરે આ વૃદ્ધાએ બીજીવાર કોરોનાને આપી માત

નવી દિલ્હી: ફક્ત એક જ વર્ષમાં બીજી વાર કોરોનાને હરાવવા પછી, 104 વર્ષીય મહિલાનું હોસ્પિટલ સ્ટાફ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ડોક્ટર અને નર્સ દ્વારા કર્મન હર્નાન્ડીઝને કોલમ્બિયાની હોસ્પિટલમાં રજા આપતા પહેલા તાળીઓના ગડગડાટથી સમ્માન કરવામાં આવ્યુંગયા વર્ષે જૂનમાં મહિલાને પ્રથમ વાર કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો અને તેને સારવાર માટે 25 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. પરંતુ રસીકરણ પછી 8 માર્ચે ફરી એકવાર વૃદ્ધ મહિલા કોરોના વાયરસનો ભોગ બન્યા. આ વખતે તેમણે ઈન્ફેક્શનની સારવાર માટે દાખલ થયા બાદ હોસ્પિટલના આઈસીયુમાં 21 દિવસ પસાર કર્યા. સોમવારે ટ્રોલી બેડ પર વેન્ટિલેટેડ પ્લાસ્ટિકમાં મહિલાને હોસ્પિટલથી હોમ કેયર સુધી એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પી.પી.ઇ કીટ પહેરેલા એક ડઝન જેટલા સ્ટાફે તેમને વિદાય આપી હતી. હોમ કેરની હેલ્થ કેર વર્કર ગિના ગોમેઝે કહ્યું, “મહિલા પહેલેથી જ એક વૃદ્ધ દર્દી છે જેમાં શ્રેષ્ઠ શારીરિક ક્ષમતા છે કારણ કે તેમણે ફરીથી વાયરસ સાથે સંઘર્ષ કર્યો છે.” હોસ્પિટલના ડિરેક્ટરએ કહ્યું કે વૃદ્ધ દર્દી મુખ્યત્વે તેની ઉંમરને કારણે આ જીત તેમના માટે એક આશારૂપ કેસ છે. એવું કહેવામાં આવે છે કે મહિલાની પુત્રી 70 વર્ષની છે અને તેણે પણ ત્વચાના કેન્સર પર સફળતાપૂર્વક કાબુ મેળવ્યો હતો.

(5:16 pm IST)