દેશ-વિદેશ
News of Thursday, 9th April 2020

સસ્તી બ્રેડ લેવા જવું લોકડાઉનમાં આ મહાશયને ભારે પડ્યું:માહિતીના આધારે કરી પોલીસે ધરપકડ

નવી દિલ્હી: લોકડાઉનમાં જ્યારે લોકો પાસે વસ્તુ ખત્મ થઇ જાય છે તો લોકો ઘરમાંથી નીકળે છે. જો કે દરેક જગ્યાએ એક નિશ્ચિત સમય નક્કી કરાયો છે. છતાંય લોકો સમજતા નથી અને પોતાની મરજીના માલિક બનીને ઘરમાંથી નીકળી પડે છે. આવી જ એક ઘટના યુકેથી સામે આવી છે. એક મહાશય માત્ર એક યુરો સસ્તી બ્રેડ લેવા માટે 386 કિલોમીટર દૂર ગાડી લઇને જાય છે.

 

            જી હા બ્રિટનની એક કાર 177 કિલોમીટર કલાકની ઝડપે રસ્તા પર દોડતી હતી, એ પણ લોકડાઉનના સમયે. આથી આ તો સીધેસીધું નિયમોનું ઉલ્લંઘન થયું. આ મહાશય નોટિંઘમથી લંડન બ્રેડ લેવા માટે જઇ રહ્યો હતો. કારણ કે ત્યાં 1 યુરો એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 93 રૂપિયા બ્રેડ સસ્તી મળે છે. આ મહાશય એકલા નહોતા તેમની સાથે તેમના બે બાળકો પણ હતા. આ અંગે પોલીસ દ્વારા એક ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી અને શખ્સને પકડી લેવાયો. કારણ કે સ્વાભાવિક છે કે આટલા યુરોમાં તો પેટ્રોલ કે ગેસનો ખર્ચ પણ વધી જાય.

(6:11 pm IST)