દેશ-વિદેશ
News of Thursday, 9th April 2020

મહિલાઓ કરતા પુરુષોને સૌથી વધારે છે કોરોનાનો ખતરો:સંશોધન

નવી દિલ્હી: Corona વાયરસને કારણે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 88 હજારથી વધુ લોકોનો ભોગ લઇ ચૂકયો છે, ત્યારે Coronaના કારણે મૃત્યુ પામનારાઓમાં મોટાભાગના પુરુષ છે, જેમાં અમુક દેશમાં તો Coronaનું સંક્રમણ મહિલાની ભાગીદારીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે . ત્યારે પ્રશ્ન ચોકકસ થાય કે શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે ? કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે..

             કોરના વાયરસ જે માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે ,ત્યારે વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે. અને તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ તેના કારણે Coronaથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે. ચીનમાં પણ Coronaના કારણે મૃત્યુ પામનારા લોકોમાં કુલ મૃત્યુમાં પુરુષોની સંખ્યા વધુ હતી. ભારતમાં પણ 76 ટકા પુરુષો Coronaથી સંક્રમિત છે ત્યારે તેમાંથી 73 ટકા મૃત્યુ પામનારા પણ પુરુષ જ છે.

(6:11 pm IST)