દેશ-વિદેશ
News of Thursday, 9th April 2020

ઓએમજી.....ઓગસ્ટ સુધીમાં અમેરિકામાં થઇ શકે છે કોરોનાના કારણોસર 82હજાર લોકોના મૃત્યુ

નવી દિલ્હી: વ્હાઈટ હાઉસ દ્વારા ઉપયોગમાં લેવાયેલ કોમ્પ્યુટર મોડેલ મુજબ અમેરિકામાં 4 ઓગસ્ટ સુધીમાં કોરોનાથી 82,000 લોકોના મૃત્યુ થશે. મે સુધીમાં દેશમાં સામાજિક દૂરીનાં તમામ પગલાનો અમલ કરવામાં આવે તો પણ આટલી સંખ્યા મૃત્યુ થવાનો અંદાજ છે. ટ્રમ્પ પ્રશાસને અગાઉ 93,531 લોકોના મૃત્યુ થવાની સંભાવના જાહેર કરી હતી એ કરતાં 81,766 મૃત્યુનો અંદાજ ઓછો છે.

શરુઆતમાં આશાવાદી જણાતા અને દેશ ધાર્યા કરતાં વહેલો કામકાજ કરતો થશે તેવી આશા વ્યક્ત કરનારા પ્રમુખ ટ્રમ્પે હવે લોકોને ખરાબ સ્થિતિનો સામનો કરવા ચેતવણી આપી છે. રવિવારે તેમણે જણાવ્યું હતું કે ચાલુ સપ્તાહ અને આગામી સપ્તાહ વચ્ચેનો કદાચ આ ગાળો કપરો રહેશે અને કેટલાય મૃત્યુ થશે. જો આવું (લોકડાઉન) કરવામાં આવ્યું ન હોત તો આથી વધુ મૃત્યુ થયા હોત.

(6:09 pm IST)