દેશ-વિદેશ
News of Thursday, 9th April 2020

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં દરેક ચોથો કેસ કોરોના પોજીટીવ આવતા લોકોના જીવ અધ્ધર થયા

નવી દિલ્હી: કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં છે. ભારત અને પાકિસ્તાનમાં પણ કોરોના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન કોરોનોવાયરસના ઝડપથી પ્રસાર દરમિયાન ભારતમાં ચર્ચાનો વિષય બનેલા તબલીગી જમાતના લોકો હવે પાકિસ્તાનમાં ચર્ચામાં છે. પાકિસ્તાનમાં તબલીગી જમાતની ટીકા થઈ રહી છે.

 જમાતે ગયા મહિને પાકિસ્તાનમાં તેનો વાર્ષિક કાર્યક્રમ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાનની પંજાબ સરકાર દ્વારા વિરોધ હોવા છતાં જમાતે તેનો વાર્ષિક કાર્યક્રમ ત્યાં યોજ્યો હતો. પંજાબ સ્પેશિયલ બ્રાંચે જણાવ્યું હતું કે 10 માર્ચના રોજ યોજાયેલા કાર્યક્રમમાં 70 થી 80 હજાર લોકોએ ભાગ લીધો હતો.

(6:08 pm IST)