દેશ-વિદેશ
News of Thursday, 9th April 2020

કોરોના વાયરસ પર હાર્વડ યુનિ.નું સંશોધન

જયાં વાયુ પ્રદૂષણ વધારે ત્યાં મોતનું જોખમ વધુ

ન્યૂયોર્કઃ અમેરિકાની પ્રતિષ્ઠિત હાવર્ડ યૂનિવર્સિટીના એક સંયુકત સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે વિસ્તારોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાયો તે પહેલાં વાયુ પ્રદૂષણ વધારે હશે ત્યાં કોરોનાના કારણે સ્વચ્છ હવા ધરાવતા સ્થળો કરતા મોતનું જોખમ વધારે છે.

આ સંશોધનમાં જાણવા મળ્યું કે જે પ્રદેશમાં વધારે હવા પ્રદૂષણ હશે ત્યાં કોરોના વાયરસના સંક્રમિતોને મોતનું જોખમ વધારે છે. આ નિવેદન સંશોધનમાં જોડાયેલા પ્રાધ્યાપક ફ્રાન્સેસ્કા ડોમિનિકે આપ્યું હતું.

અમેરિકાની ૩૦૮૦ કાઉન્ટીમાં થયેલા સંશોધનમાં હાર્વડ યૂનિવર્સિટી ટીએન ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા જાણવા મળ્યું કે જે સ્થળો પર ૨.૫ પીએમ એર પોલ્યૂશન છે તેવા સ્થળોમાં કોરોનાથી મોતનું જોખમ વધારે છે.

તેમણે ઉમેર્યુ કે જે પ્રાંતોમાં હવાનું પ્રદૂષણ વધારે છે ત્યાં કોરોનાનો ચેપ ફેલાતા લોકને વધારે હોસ્પિટલોમાં લઈ જવા પડશે. અમેરિકામાં કોરના વાયરસના કારણે ૧૦,૦૦૦ લોકોનાં મોત થઈ ગયા છે જયારે ૭૪૦૦૦થી વધુ લોકોના સમગ્ર વિશ્વમાં મોત થયા છે.

(3:34 pm IST)