દેશ-વિદેશ
News of Thursday, 9th April 2020

અમેરિકનોમાં મોટો પ્રશ્નઃ વાળ જાતે કાપવા કે નહીં

લોકોના માથાના વાળની વૃદ્ઘિ થયા જ કરે છે જેને કારણે તેમના લુક બદલાઈ રહ્યા છે

વોશિંગ્ટન,તા.૯: કોવિડ-૧૯ની મહામારીને કારણે અમેરિકામાં અર્થતંત્રની ગતિ મંદ પડી ગઈ છે અને સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે, પરંતુ લોકોના માથાના વાળની વૃદ્ઘિ થયા જ કરે છે જેને કારણે તેમના લુક બદલાઈ રહ્યા છે. અમેરિકનોમાં અત્યારે એક મહત્ત્વનો પ્રશ્ર્ન એ છે કે'માથાના વાળ જાતે કાપવા કે ન કાપવા?'

શિકાગોનાં મેયર લોરી લાઇટફૂટે એક મુલાકાતમાં કહ્યું, 'મને એક સમયે થયું કે હું જાતે મારા વાળ કાપી શકીશ, પરંતુ મને એવો વિચાર પણ આવ્યો કે એવું કરવાથી મારી હેર-સ્ટાઇલ વિકૃત થઈ શકે એમ છે.'તેમણે હેર-કટ કરાવ્યા હોવાની વાત ત્યારે બહાર પડી જયારે તેમના હેરડ્રેસરે ફેસબુક પર મોકલેલી પોસ્ટમાં લખ્યું,'મને આ કટોકટીના સમયમાં મેયરના વાળ ટ્રિમ કરવાનો લહાવો મળ્યો.' હેરડ્રેસરે માસ્ક પહેરીને મેયરના વાળ કાપ્યા હતા એમ છતાં મેયર ટીકાકારોના નિશાન બન્યા જ હતા.

ઘણા અઠવાડિયાઓથી ઘરમાં બંધ અમેરિકનોના વાળ ખૂબ વધી ગયા છે અને સલૂન બંધ હોવાથી એમાંના ઘણા લોકો પોતાના વધેલા વાળના ચોટલા બનાવીને કે લાંબી લટ બનાવીને સોશિયલ મીડિયા પર પોતાના'ન્યૂ લુક'પોસ્ટ કરી રહ્યા છે.  કોઈક વીડિયો પોસ્ટ કરી રહ્યું છે તો કોઈક વાળની બાબતમાં ઓનલાઇન કલાસીસ પણ ચલાવે છે અને એ દ્વારા કેટલાક હેર-સ્ટાઇલિસ્ટો ધીકતી કમાણી કરી રહ્યા છે. 'ન્યૂયોર્ક ટાઇમ્સ'માંના કેટલાક લેખમાં આ મુજબના મથાળા હેઠળ વિગતો આપવામાં આવી રહી છેઃ 'ઘરમાં તમે પોતાના વાળની માવજત કેવી રીતે કરશો?', 'ઘરમાં તમારા વાળને કેવી રીતે ટ્રિમ કરવા?

(9:57 am IST)