દેશ-વિદેશ
News of Tuesday, 9th March 2021

સાઉદી અરબના પાડોશમાં યમનથી હુથીના બળવાખોરોનો પેટ્રોલિયમ ભંડારો પર હુમલો

નવી દિલ્હી: સાઉદી અરબના પાડોશમાં આવેલા દેશ યમનમાંથી હુથીના બળવાખોરો નિયમિત રીતે સાઉદી અરબના પેટ્રોલીયમ ભંડારો પર હુમલો કરતા રહે છે. વખતે સંગઠનને ઈરાનનો ટેકો છે. બીજી તરફ યમન સરકાર એને અટકાવવા માટે સક્ષમ નથી. રવિવારે હુથીઓએ સાઉદી અરબની પેટ્રોલીયમ કંપની આમાર્કોના પેટ્રોલીયમ ભંડારાઓ પર હુમલો કર્યો હતો.

            મુદ્દે સાઉદી અરબે જણાવ્યું હતું કે, દુનિયાના કેટલાક સુરક્ષિત તેલના ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો થયો છે. હુમલા સ્થાનિક બળવાખોરોએ કર્યો છે. હુમલાને કારણે ક્રુડ ઓઈલની કિંમતમાં ફરી મોટો વધારો થયો છે. જોકે, પ્રકારના હુમલાથી તેલ ઉત્પાદનને કોઈ અસર નહીં થાય ઈરાન સમર્થિત હુથીના બળવાખોરોએ કરેલા હુમલા બાદ ક્રુડ ઓઈલની કિંમતમાં 70 ડૉલર પ્રતિ બેરલનો વધારો થયો છે. જે જાન્યુઆરી મહિના બાદ વર્ષ 2020 બાદ સૌથી મોટો ભાવ વધારો છે. સોમવારે બ્રેન્ટ ક્રુડની કિંમત આશરે 2.9 ટકા વધીને 71.37 ડૉલર સુધી પહોંચી ગઈ હતી. સાઉદી અરબમાં થયેલા હુમલાને સૌથી ગંભીર માનવામાં આવે છે. કારણ કે, વર્ષ 2019માં એક ઓઈલ પ્રોસેસિંગ ફેસેલિટી અને બે ફિલ્ડમાં આગ લાગી હતી. જેના કારણે એક મહિના સુધી ઉત્પાદન કાર્ય બંધ રહ્યું હતું. યમનના હુથીના બળવખોરોએ સાઉદીમાં હુમલાની જવાબદારી લીધી છે. પણ રીયાધ માટે ઈરાન સમર્થિત વિદ્રોહીઓને ગણાવી રહ્યું છે. રવિવારે સાઉદી અરબના ઊર્જા મંત્રાયલે કહ્યું હતું કે, સમુદ્રમાંથી એક ડ્રોનની મદદથી રાસ તનુરા એક્સપોર્ટ ટર્મિનલ પાસે એક તેલ સ્ટોરેજ ટેન્ક પર હુમલો કરવામાં આવ્યો છે. સાઉદી અરબના અરામકો પાસે કર્મચારીઓને રહેવાની જગ્યાની નજીક પણ એક મિસાઈલથી હુમલો થયો છે.

(6:00 pm IST)