દેશ-વિદેશ
News of Tuesday, 9th March 2021

પાકિસ્તાનમાં હજુ સુધી નથી આપવામાં આવી કોરોના વાઇરસની રસી

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના લગભગ 16 કરોડ ડોઝ અપાઈ ગયા છે. પરંતુ તેમાંથી મોટા ભાગની રસી અમેરિકા અને યુરોપમાં આપવામાં આવી છે. એશિયાની વાત કરીએ તો ભારત જેવા દેશમાં રસીકરણ કાર્યક્રમ સ્થિર ગતિએ આગળ વધી રહ્યો છે. ભારતે કહ્યું છે કે તેણે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વૅક્સિનના લગભગ 1.4 કરોડ ડોઝ આપ્યા છે. જોકે, બીજા દેશોમાં રસીકરણ કાર્યક્રમ હજુ શરૂ થયો છે અથવા પ્રારંભિક તબક્કામાં છે. તેના માટે વિવિધ કારણો જવાબદાર છે. કેટલીક જગ્યાએ અત્યંત સાવધાની રાખવામાં આવે છે અથવા વૅક્સિનની અસરકારકતા અંગે લોકોમાં શંકા છે. પાકિસ્તાનમાં પણ વૅક્સિન અંગે શંકા અને ભય પ્રવર્તે છે. જોકે, લોકોમાં વૅક્સિન અંગેની ગેરમાહિતી અને કેટલાક વાઇરલ વીડિયો તેનું મુખ્ય કારણ છે. 2020ના એક વાઇરલ વીડિયોમાં એક ખાનગી શાળાના શિક્ષક જોરજોરથી બૂમો પાડતા હોય તેવું જોવા મળે છે. તેમાં છોકરાઓનું એક જૂથ બેહોશ થઈ ગયું હોય તેવું દેખાડવામાં આવ્યું હતું. વીડિયોમાં શિક્ષક પોલિયોની રસીનો વાંક કાઢી રહ્યા છે અને કહે છે કે પોલિયોની રસીના કારણે બાળકો 'બેહોશ' થઈ ગયાં હતાં.

(5:59 pm IST)