દેશ-વિદેશ
News of Tuesday, 9th March 2021

લોકોની મદદ કરવા ૪૬ દિવસ સુધી માત્ર બિયર પીશે આ ભાઈ!

અમેરિકામાં એક વ્યકિતએ લોકોની મદદ માટે અનોખો ડાયટ પ્લાન અપનાવ્યો છે

ન્યુયોર્ક, તા.૯: વિશ્વમાં ભલા કામ માટે લોકો ઘણુ બધુ કરતા હોય છે. દ્યણા લોકો અનશન કરે છે જેથી કરીને ગરીબ લોકોને ખાવાનું મળી શકે. પરંતુ અમેરિકામાં એક વ્યકિતએ લોકોની મદદ માટે અનોખો ડાયટ પ્લાન અપનાવ્યો છે. આ વ્યકિત ૪૬ દિવસ સુધી માત્ર બિયર પીવાનો છે.

સુત્રો તરફથી મળેલી માહિતી અનુસાર આ વ્યકિતનું નામ Del Hall છે. અને સ્થાનીય સર્વિસ ઈંડસ્ટ્રીમાં કામ કરવાવાળા લોકોની મદદ કરવા આ ડાયટ પ્લાન તૈયાર કર્યો છે. ડેલ ખુદ બ્રુઅરી ઓનર છે.

આ ડાયટ પ્લાન દરમિયાન જેટલુ પણ ડોનેશન આવશે તે બાર અને રેસ્ટોરન્ટમાં કામ કરનાર લોકોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં આ લોકોની હાલત ખરાબ હતી. આ વાતનું ધ્યાન રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો.

એવુ નથી કે આ વ્યકિત પહેલી વખત આ ડાયટ કરે છે. વર્ષ ૨૦૨૦માં ૧૦ હજાર ડોલર એટલે કે ૭ લાખ રૂપિયા આસપાસ ઉભા કર્યા હતા. આ રૂપિયાની લોકલ ચેરિટી કરી હતી.

૧૭ ફેબ્રુઆરીથી  Del Hall એ લેટેસ્ટ ડાયટ શરૂ કર્યો છે. જે ૪ એપ્રિલ સુધી ફોલો કરવામાં આવશે. આ દરમિયાન આ વ્યકિત માત્ર બિયર જ પીશે. વર્ષ ૨૦૨૧માં તે ૧૮ કિલો વજન ઘટાડવાનું ઈચ્છે છે સાથે સાથે ૩૬ લાખ રૂપિયાની મદદ પણ કરવા ઈચ્છે છે.

Del Hall ૪૬ દિવસોમાં કંઈ જ નહીં ખાય. માત્ર બિયર જ પીશે. આપને જણાવી દઈએ કે તે વેબેરિયન મોન્કસની પ્રભાવિત છે. ૧૮મી સદીમાં તે ઉપવાસ કરતા હતા.

(4:04 pm IST)