દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

પાપુઆ ન્યુ ગિનીમાં 7.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: પાપુઆ ન્યુ ગિનીના રબાઉલ શહેરમાં 7.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.ભૂગર્ભ સર્વેક્ષણ દ્વારા ભૂકંપનું કેન્દ્ર રબાઉલ શહેરથી 135 કિલોમીટર પૂર્વ જમીનથી 10 કિલોમીટર નીચે હતું.પ્રશાંત સુનામીની ચેતવણી આપી છે.આની પહેલા પણ 26 ફ્રેબ્રુઆરીનાં રોજ અહીંયા 7.5ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા જેમાં 100થી પણ વધુ લોકો મોતને ભેટ્યા છે.

(7:48 pm IST)