દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

કાબુલમાં આત્મઘાતી હુમલામાં 7ના મોત: 22 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે થયેલ એક આત્મઘાતી હુમલામાં 7ના મોત નિપજ્યા છે અને 22 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે અફઘાનના અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ ઇસ્લામિક યુનિટી પાર્ટીના મૃતપામેલ નેતા અબ્દુલ અલી માંજરીની પુણ્યતિથિ પર આયોજિત એક સેરેમનીની નજીક આ હુમલો થયો હતો અબ્દુલ અલી માંજરીને 1995માં તાલિબાનમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.આ ઘટનામાં એક પોલીસ કર્મી સહીત 6 અન્ય નાગરિકોના મોત નિપજ્યા છે તેમજ 22 લોકોને ઇજા પહોંચી છે.

(7:45 pm IST)