દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

જુનિયર્સના બજારમાં પણ છવાઈ ફૂલોની રંગત

ફૂલ ખીલે હે ગુલશન-ગુલશન

જો તમે બાળકો માટે ફલાવર ડિઝાઈનવાળા કપડા લેવાનું પસંદ કરો છો તેના માટે પણ બજારમાં અનેક પેર્ટન  ઉપસ્થિત છે. ગર્લ્સ અને બોયઝ માટે કુલ લુક આપે તેવા અવનવા ફલાવર્સવાળા કપડા બજારમાં જોવા મળે છે.

રોઝ ફલાવર ડ્રેસ

ગર્લ્સ માટે તમે રોઝ ફલાવર ફ્રોક પસંદ કરી શકો છો. આ ફ્રોક આખુ સફેદ રંગનું હોય છે. અને ફ્રોકમાં નાના નાના લાલ રંગના ફલાવર્સ હોય છે. અથવા તો આ ફ્રોકનો વધારે પડતો ભાગ સફેદ હોય છે અને ફ્રોકના નીચેના ભાગમાં મોટા ફૂલોની પ્રિન્ટ હોય છે. જે લાલ પટ્ટા (બેલ્ટ) સાથે ખૂબ જ સુંદર દેખાય છે.

પ્રિન્ટેડ શર્ટ

છોકરાઓ માટે ફલાવર પ્રિન્ટવાળા શર્ટ કૂલ બોય જેવો લૂક આપે છે. પ્રિન્ટની એકરૂપતાને તોડવા માટે કોલર અને ખિસ્સાને પ્લેન રાખવામાં આવે છે. આવા શર્ટ સાથે ડેનિમ વધુ સારા લાગે છે. અથવા તો કાર્ગો પેન્ટ પણ પહેરાવી શકો છો.

(2:20 pm IST)