દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

ભારતમાં વેચાતી ડાયાબિટીઝની દવાઓ પર પૂરતો અભ્યાસ નથી થયો

લંડન તા.૯ : બ્રિટિશ મેડિકલ  જર્નલના ગ્લોબલ હેલ્થ સેકશનમાં છપાયેલા અભ્યાસ મુજબ ભારતમાં ધૂમ વેચાતી પાંચ પ્રકારની દવાઓ પર પૂરતી કિલનિકલ ટ્રાયલ્સ નથી થઇ અને માણસોમાં એની અસરકારતાના પૂરતા પુરાવા નથી નોંધાયા. ભારતમાં ડાયાબિટીઝની  શરૂઆતની સારવાર તરીકે મેટફોર્મિન વપરાય છે. અહીં ટાઇપ-ટૂ પ્રકારનો ડાયાબિટીઝ ધરાવતા ૬ કરોડ લોકો છે. આ દવાઓ ડાયાબિટીઝના દરદીઓમાં કેટલી અસરકારક છે એ વિશે કિલનિકલ અભ્યાસના આંકડાઓ સ્પષ્ટ નથી. આ દવાઓની સલામતી અને અસરકારતા બન્ને વિશે ઘણી ધારણાઓ બાંધી લેવામાં આવી છે.

(11:32 am IST)