દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

૧૨૦ કલાકના નોનસ્ટોપ મોટેથી વાંચવાનો રેકોર્ડ બનાવ્યો નાઇજીરિયને

લંડન : નાઇજીરિયાના બેયોડ ટ્રેઝર્સ ઓલાવુમી નામના ભાઇએ મોટેથી સૌથી વધુ કલાકો સતત વાંચન કરવાનો ગિનેશ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગયા અઠવાડીયે સોમવારે બપોરે દોઢ વાગ્યે તેણે લાગોસના યેબા શહેરમાં આવેલી યુરીડ લાઇબ્રેરીમાં બેસીને વાંચવાનું શરૃ કર્યુ હતુ. લગાતાર પાંચ દિવસ સુધી તેણે વાંચનકાર્ય ચાલુ રાખીને ટોટલ ૧ર૦ કલાકના મેરથોન રીડિંગનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. બેયોડે રોજ માત્ર વીસ જ મિનીટ માટે ખાવા-પીવા-નહાવા અને સુવાનો બ્રેક લીધો હતો.તેણે લગતાર ૧રર કલાક વાંચવાનો રેકોર્ડ બનાવ્યો અને એમાંથી કુલ માત્ર બે જ કલાકનો રેસ્ટ લીધોહતો.

ર૦૦૮માં નેપાલના દીપક શર્માએ બનાવેલો ૧૧૩ કલાક અને ૧પ મિનિટનો રેકોર્ડને આ ભાઇએ તોડયો હતો.

(11:23 am IST)