દેશ-વિદેશ
News of Thursday, 8th March 2018

આ ભાઇ ચિપ્સ કે ફ્રેન્ચ ફ્રાઇઝ ખાય તો પણ દારૂ પીધા જેવા નશામાં આવી જાય

લંડન તા. ૮ : બ્રિટનમાં નિક હેસ નામના ભાઇને અજીબોગરીબ  બીમારી  છે.  તે દારૂ ન પીએ તો પણ તેને દારૂ જેવો નશો ચડી જાય છે. નિકને પાર્ટીમાં દારૂ પીવાની જરાય આદત ન હોવાથી તે માત્ર ચખના, પટેટો, ચિપ્સ કે ફ્રેન્ચ  ફ્રાઇઝ જ  ખાતો, એમ છતાં તેના લોહીમાં આલ્કોહોલની માત્રા સાત પેગ લગાવ્યા હોય એટલી થઇ જતી. નિકે  પોતે પણ ઓબ્ઝર્વ  કરેલું કે જયારે પણ તે બટાટામાંથી બનેલી ચીજો ખાતો ત્યારે તેને અચાનક નશો ચડી ગયો હોય એવું લાગતું. એ જ કારણોસર તેને સવારે ઊઠીને ઊલટી કરવી પડતી જેથી પેટમાં રહેલું બધંુ વોમિટમાં બહાર આવી જાય. શરૂઆતમાં તેને પોતાને ખબર નહોતી પડતી, પણ ડોકટરોએ ખાસ્સા અખતરા કરીને તારવ્યું કે નિકને ઓટો બ્રુઅરી સિન્ડ્રોમ છે. એને કારણે તે બટાટા કે અન્ય કોઇ પણ કાર્બોહાઇડ્રેટથી ભરપુર ખાવાનું ખાય તો શરીરમાં આપમેળે આલ્કોહોલ  બનવા લાગે છે. શરૂઆતમાં તો તેની પત્ નીને પણ વિશ્વાસ નહોતો પડતો. તેને લાગતું હતું કે નિક છૂપાઇને દારૂ પીએ છે અને પછી  ખોટંુ બોલે છે, જોકે ડોકટરોએ પ્રયોગ કર્યો એમાં નિકને ભરપેટ પટેટો ચિપ્સ ખવડાવ્યા પછી તેના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ માપ્યંુ તો ૧૦૦ મિલિલીટર લોહીમાં સાત પેગ પીધા પછી જેટલી દારૂની માત્રા હોય એ જોવા મળી હતી.

(3:50 pm IST)