દેશ-વિદેશ
News of Thursday, 8th March 2018

કમ્બોડિયામાં જન્મ્યા એક શરીર પર બે માથા ધરાવતા ટ્વિન્સ

લંડન, તા.૮ : ૩પ વર્ષની કેટ નામની મહિલા પૂરા મહિને જયારે પ્રસવની પીડા સાથે કમ્બોડિયાની હોસ્પિટલમાં દાખલ થઇ ત્યારે તેને ખબર નહોતી કે તેના પેટમાં અજીબોગરીબ બાળક ઉછરી રહ્યું છે. તે ખૂબ ગરીબ હોવાથી પ્રેગનન્સી દરમ્યાન એક વાર પણ તેણે સોનોગ્રાફી કરાવી નહોતી. કમ્બોડિયાની હોસ્પિટલમાં તેની ડિલિવરી કરાવનારા ડોકટરોએ જોયું તો બાળક પગેથી નીચે ઊતરી રહ્યું હતું. આ પ્રકારની ડિલિવરી નોર્મલ નથી થઇ શકતી. વળી કેટના પેટમાં બહુ હેવી બાળક હોય એવું  જણાતું હતું એટલે ડોકટરોએ સિઝેરિયન દ્વારા બાળકનો જન્મ કરાવ્યો. જોકે જયારે બાળક બહાર આવ્યું ત્યારે ઓપરેશન થિયેટરમાં તમામ ડોકટરો અને નર્સો સ્તબ્ધ હતાં. બાળકનું ખભા નીચેનું શરીર એક જ હતું. પરંતુ એના પર બે માથાં હતાં. શરીર એક જ છે, પરંતુ માથાં બે હોવાથી મગજ બે છે અને બન્ને મગજ એકબીજાથી સ્વતંત્ર છે. ખભા પર જગ્યાના અભાવે એક બાળકીનું માથું તો જરાય હલી પણ શકતું નથી. માત્ર એક બાળકીની ગરદન સહેજ ઉપર-નીચે થઇ શકે. એટલી ફલેકસીબલ છે. ત્રીજી માર્ચે જન્મેલાં આ ટ્વિન્સ કમ્બોડિયાની આ હોસ્પિટલના ડોકટરો માટે પણ કોયડો છે. આ પહેલાં કદી આ પ્રકારનો કેસ જોવા મળ્યો નથી. તેની મા કેટ પણ અસમંજસમાં છે કે તેણે ટ્વિન બાળકો માટે ખુશ થવું કે દુખી? કુલ સાત કિલો વજન ધરાવતી આ છોકરીઓ જીવશે તો કેટલું એ કહેવું મુશ્કેલ છે. હાલમાં ઇન્ટેન્શિવ  કેર યુનિટમાં તેમને નિગરાનીમાં રાખવામાં આવી છે. બે લાખ ટ્વિન બાળકોમાંથી એક ડિલિવરીમાં આવાં શરીરથી જોડાયેલાં બાળકો પેદા થવાની સંભાવના હોય છે. જોકે માત્ર એક શરીર હોય અને બબ્બે માથાં હોય એવાં બાળકો અત્યંત રૈર હોય છે અને તેમને જિવાડવાનો અને સારવાર કરવાનો સ્કોપ પણ બહુ ઓછો હોવાથી આ બાળકો લાંબુ જીવી શકે એમ નથી.                  

(3:47 pm IST)