શાહી લગ્નઃ મેઘાન એક કરોડ રૂપિયાનો ગાઉન પહેરશે
બ્રિટીશ રોયલ કપલનાં લગ્નમાં બ્રિટનની તમામ સેલિબ્રિટિને આમંત્રણ
લંડન તા. ૮ : બ્રિટિશ રોયલ લગ્ન ફરી એક વાર ચર્ચાનો વિષય બનવા જઈ રહ્યું છે. પ્રિન્સ હેરી અને તેની ફિયાન્સે મેઘાન મર્કલનો લગ્નનો ખર્ચ બમણો થઈ ગયો છે. હવે એક એવી વાત આવી છે કે મેઘાન તેના લગ્નમાં અત્યંત મોંઘો ગાઉન પહેરવાની છે. તેની કિંમત ચાર લાખ પાઉન્ડ(અંદાજે એક કરોડ રૂપિયા)ની હોવાનું કહેવાય છે.
ઈઝરાયેલના ડિઝાઈનર ઈન્બાલ ડ્રોરે આ ગાઉનની ડિઝાઈન તૈયાર કરી છે. લુક નામના મેગેઝીનમાં છપાયેલી વિગતો મુજબ તેના લગ્નમાં સૌથી મોંઘી વસ્તુ આ ગાઉન હશે. એટલું જ નહીં, મેઘાન હનીમૂન માટે પ્રિન્સ હેરીને ગિફટ પણ આપવાની છે અને તેની કિંમત અંદાજે ૧,૨૦,૦૦ પાઉન્ડ(રૂપિયા ૧૨ કરોડ) હોવાનું કહેવાય છે. કપલે વિન્ડસર કાસલમાં ૨,૬૪૦ મહેમાનોને આમંત્રણ આપ્યું છે.
બ્રિટનની મોટાભાગની સેલિબ્રિટી આ લગ્નમાં હાજર રહેવાની છે. ૧૯મી મેના રોજ તેમના લગ્નનું રિસેપ્શન યોજાવાનું છે. મેઘાને કહ્યું છે કે તેમનું લગ્ન સામાન્ય લોકો પણ માણે તે માટે તેમણે ખાસ વ્યવસ્થા કરી છે. પ્રિન્સ હેરી અને અમેરિકી એકટ્રેસ એવી મર્કેલનું લગ્ન પંદરમી સદીના સેંટ જયોર્જ ચેપલમાં થવાનું છે.
કપલને સપોર્ટ કરવા માટે કેટલીક સખાવતી સંસ્થાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કેટલીક સ્કૂલનાં બાળકોને પણ તેમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.