દેશ-વિદેશ
News of Friday, 9th February 2018

પગાર વધવાથી જોબ-સેટીસ્ફેકશન વધે એ જરૂરી નથી

લંડન, તા., ૯: સામાન્ય માન્યતા એવી છે કે વ્યકિતને નોકરીમાં પગાર વધુ મળે એટલે તેને નોકરી કર્યાનો સંતોષ ફીલ થાય છે પણ એવું નથી પગાર વધવાની અસર હોય છે. પરંતુ એ ટેમ્પરરી હોય છે. લાંબા ગાળે જોબ સેટીસ્ફેકશન વધુ પગાર મળવાથી મળી શકતુ નથી. બ્રિટીશ રિસર્ચરોએ ૩૩,પ૦૦ લોકોનો અભ્યાસ કરીને તારવેલો અભ્યાસ ઇકોનોમીક બિહેવીયર એન્ડ ઓર્ગેનાઇઝેશનમાં છપાયો છે. દરેક વ્યકિતને તેમનું જોબ સેટીસ્ફેકશન ઝીરોથી ૧૦ના સ્કેલ પર નોંધવાનું કહેવામાં આવ્યું હતું. અપેક્ષા મુજબ પગારમાં વધારો થવાથી જોબ-સેટીસ્ફેકશન પર પોઝીટીવ અસર પડી હતી.  જો કે એ અસર થોડા સમય માટેની હતી. ચાર વર્ષમાં એ પગાર વધારાને કારણે મળતો સંતોષ ધીમે-ધીમે ઘટવા માંડે છે. આ અભ્યાસ પરથી નિષ્ણાંતોનું કહેવું હતું કે વ્યકિત માટે તેઓ કેટલી કમાણી કરી શકે છે એ એક માત્ર જ તેમના સંતોષનું પરીણામ નથી. તેમની આવકના આંકડાની સાથે કામ દરમ્યાન તેમના અંગત અને પ્રોફેશ્નલ સંબોધોમાં કેટલી સૌંહાર્દતા છે એ પણ ઘણુ મહત્વનું બની રહે છે.

(4:48 pm IST)