દેશ-વિદેશ
News of Thursday, 9th January 2020

વધતા ભાડાથી કંટાળી 25 વર્ષીય કૈટલીને 35 વર્ષ જૂની વેનમાં બનાવ્યું ઘર

નવી દિલ્હી :વધતા ભાડાથી કંટાળી ને વિદ્યાર્થી એ , 35 વર્ષ જુની વેન માં કરી દીધું એક ઘર…25 વર્ષીય કૈટલિન મોનયે સતત વધી રહેલા બિલ અને ભાડાથી એટલી નારાજ થઈ ગઈ કે તેણે એક વેન નેજ પોતાનું ઘર બનાવી લીધી. સ્કોટલેન્ડના પેસલી શહેરમાં રહેતી કૈટલીને તેના માટે ત્રણ હજાર પાઉન્ડમાં 35 વર્ષ જૂની વાન ખરીદી હતી અને હવે તે હાલતી ચાલતી વેન માં મકાન બનાવી ને નવીનીકરણ કરી રહી છે.

  કૈટલીન કહે છે કે તેના ફ્લેટનું ભાડુ બાકીના ફ્લેટો કરતા ઘણું ઓછું હોવા છતાં, તે હજી પણ બિનહિસાબી લાગે છે, કારણ કે તે કોલેજ અને બાકીનો દિવસ ઘરની બહાર જ રહે છે. આવી સ્થિતિમાં, દર મહિને 250 પાઉન્ડ (લગભગ 23,403 રૂપિયા) વેડફાઇ રહ્યા હતા, પછી તેણે વાનને ઘર બનાવ્યું.

(6:09 pm IST)