દેશ-વિદેશ
News of Wednesday, 8th December 2021

હિંમાં ત્રીજું બાળક કરવાથી મળશે સરકાર તરફથી આ રાહત

નવી દિલ્હી:  ચીનના પ્રાંતોએ દંપતીઓને ત્રીજા સંતાન માટે ગર્ભાવસ્થા અને પ્રસવ દરમિયાન આવનારા ખર્ચમાં સબસીડી આપવા અને કરમાં રાહત આપવા સહિત અનેક સહાયક ઉપાયોની જાહેરાત કરી છે.

તેમના આ પગલાનો ઉદ્દેશ્ય વિશ્વની સૌથી વધુ વસ્તીવાળા દેશમાં જન્મદરની ઝડપથી થઈ રહેલ કમીને રોકવાનો છે. ચીનની રાષ્ટ્રીય સાંસદ નેશનલ પીપુલ્સ કોંગ્રેસ (એનપીસી)એ ઓગસ્ટમાં ત્રણ સંતાનની નીતિને ઔપચારિક મંજુરી આપી હતી. આ દેશમાં ચિંતાજનક બની રહેલ જનસંખ્યાકીય સંકટનો હલ કરવાનો એક મોટુ નીતિગત પગલુ છે. એનપીસીએ એક સંશોધિત જનસંખ્યા અને પરિવાર નિયોજન કાયદો પાસ કરવો, જે ચાઈનીઝ દંપતીઓને ત્રણ સંતાન રાખવાની અનુમતિ આપે છે. આ શક્યત બાળકોના લાલન પાલન પર આવનારા ખર્ચને કારણે વધુ સંતાન રાખવામાં ચીની દંપતિઓ દ્વારા રુચિ ન લેવાની સમસ્યાનુ સમાધાન કરવા માટે ઉઠાવેલુ પગલુ છે. ઓગસ્ટમાં જનસંખ્યા અને પરિવાર નિયોજન કાયદો પાસ કર્યા બાદ ચીનના 20થી વધુ સ્થાનીક સ્તરના વિસ્તારોએ પોતાના સ્થાનીક શિશુ જન્મ નિયમોમાં સુધારા કર્યા છે. ચીનની સરકારી સમાચાર એજંસી શિન્હુઆની સોમવારના સમાચાર મુજબ બીજિંગ, શિચુઆન અને જિયાંક્સી સહિત અન્ય ક્ષેત્રએ આ પ્રક્રિયામાં અનેક સહાયક ઉપાયોની જાહેરાત કરી છે. તેમા પિતૃત્વ અવકાશ આપવો, માતૃત્વ અવકાશ અને લગ્ન માટે રજાનો સમય વધારવો અને પિતૃત્વના અવકાશનો સમય વધારવો વગેરેનો સમાવેશ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના અધિકરી યાંગ વેનઝાઉંગે કહ્યુ, સરકારને ગર્ભાવસ્થા અને પ્રસવ પર આવનારા ખર્ચને વહેંચવામાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ.

(5:19 pm IST)