દેશ-વિદેશ
News of Wednesday, 8th December 2021

આફ્રિકાના ધાણામાં ડિનર કરી રહેલ મહિલાની પ્લેટમાંથી નીકળ્યું કંઈક એવું જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: કલ્પના કરો કે તમે તમારું રાત્રિભોજન અથવા બપોરનું ભોજન આરામથી કરી રહ્યા છો અને અચાનક તમારા ખોરાકમાંથી પ્રાઇવેટ પાર્ટ નિકળે તો. આ દ્રશ્ય જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આવો જ એક કિસ્સો આફ્રિકાના દેશ ઘાનામાં સામે આવ્યો છે. એક મહિલા ખોરાક ખાઈ રહી હતી ત્યારે તેના ખોરાકમાં માણસના પ્રાઈવેટ પાર્ટ જેવું કંઈક દેખાયું. પહેલા તો તેને ગેરસમજ થઈ, પરંતુ જ્યારે તેણે ધ્યાનથી જોયું તો તે માણસનો પ્રાઇવેટ પાર્ટ હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે વીડિયો શેર કરવામાં આવ્યો હતો તે બતાવે છે કે મહિલા તેના હાથમાં 'માણસના પ્રાઇવેટ પાર્ટ-આકારની' વસ્તુ બતાવે છે અને દાવો કરે છે કે તેને તે ફૂડ પેકેટમાં મળ્યો છે જે તેણે સ્ટ્રીટ પરથી ખરીદ્યું હતું. વીડિયોમાં મહિલા માંસનો ટુકડો બતાવતી જોવા મળે છે જે તેને તુઓ ઝફી નામની વાનગીમાં મળે છે. તુઓ ઝફી ઘાનામાં ઉપલબ્ધ મુખ્ય ખોરાક છે. અનાજ અને માંસમાંથી બનેલો આ ખોરાક સ્ટ્રીટ ફૂડના સ્ટોલ પર સરળતાથી ઉપલબ્ધ હોય છે.

 

(5:18 pm IST)