દેશ-વિદેશ
News of Wednesday, 8th December 2021

ઓમીક્રોન વાઇરસને લઈને WHO એ આપી આ જાણકારી

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું હતું કે કોરોના વાઇરસના અગાઉના વેરિયન્ટ કરતાં ઓમિક્રોન વધુ જીવલેણ નથી. WHOના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ફુલ વેક્સિનેટેડ થયેલા લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈને ગંભીર બીમારીમાં સપડાય એવી ખૂબ જ ઓછી શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ નવા વેરિયન્ટ વિશે વધુ માહિતી સામે આવી નથી, પરંતુ પ્રારંભિક તપાસ દર્શાવે છે કે એ ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો જોખમી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ જણાવ્યુ છે કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન બાળકોમાં વધુ સંક્રમણ ફેલાવી રહ્યો છે. WHOએ જણાવ્યુ હતું કે યુરોપમાં 5 થી 14 વર્ષના બાળકોમાં ઓમિક્રોનથી સંક્રમણનો દર સૌથી વધુ નોંધાયો છે. ડેનમાર્કમાં ઓમિક્રોન વેરિયન્ટ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે. ડેનમાર્કના આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતું કે સમગ્ર દેશમાં સામૂહિક સંક્રમણ ફેલાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. યુરોપના 6 દેશોમાં 55% કરતાં પણ ઓછું વેક્સિનેશન થયું છે. European Centre for Disease Prevention and Control (ECDC) મુજબ 19 યુરોપીયન દેશોમાં ઓમિક્રોનના 274 કેસ નોંધાઈ ચૂક્યા છે. યુરોપીયન દેશોમાં કોરોનના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ કોરોનાથી મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

(5:17 pm IST)