દેશ-વિદેશ
News of Saturday, 8th December 2018

વિશ્વનો પહેલો દેશ :નાગરિકોને આપશે મફત પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા : યુરોપના લક્ઝમ્બર્ગમાં બસ, ટ્રેન અને ટ્રામથી મુસાફરી ફ્રી

 

યુરોપનો એક દેશ જે પોતાના નાગરિકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ સાવ મફત કરવા જઈ રહ્યો છે. આવું કરનારો આ દેશ વિશ્વનો પ્રથમ દેશ છે  લક્ઝમ્બર્ગ દેશમાં બસ, ટ્રેન, અને ટ્રામથી મુસાફરી કરનારા લોકોએ કોઈ પણ ભાડું આપવું નહીં પડે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ દેશની વસ્તી 6 લાખ છે. ઓછી વસ્તી હોવા છતાં અહીં ટ્રાફિક મુખ્ય સમસ્યા છે. આ કારણે દેશની સરકારે દેશના પર્યાવરણને બચાવવા માટે અને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ખાસ યોજના બનાવી છે

   જેવિયર બેટલે બુધવારે જ લક્ઝમ્બર્ગના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. બેટલે ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું કે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટને મફત કરી દેશે. લક્ઝમ્બર્ગની રાજધાની લક્ઝમ્બર્ગ સિટીની ટ્રાફિક વ્યવસ્થા દુનિયાની સૌથી ખરાબ ટ્રાફિક વ્યવસ્થામાંની એક ગણાય છે. એક લાખ 10 હજારની વસ્તીવાળા આ શહેરમાં 4 લોકો કામે જતા હોય છે જ્યારે દેશની વસ્તી 6 લાખ જેટલી છે. 

(12:39 am IST)