દેશ-વિદેશ
News of Saturday, 8th December 2018

એલર્જીક ખાંસી વધારી શકે છે આ ૪ વસ્તુઓ તેનાથી અંતર રાખો

લોકોને કોઇને કોઇ કારણે ખાંસીની ફરીયાદ રહેતી જ હોય છે. કેટલાકને ઠંડીના કારણે તો કેટલાકને મોસમ બદલાવાના કારણે પણ કેટલાક એવા પણ લોકો હોય છે જે આખુ વર્ષ ખાંસીથી હેરાન થતા હોય છે. આવા લોકોને કોઇ વસ્તુની એલર્જી હોય છે જેના સંપર્કમાં આવતા જ તેમને ખાંસીની તકલીફ થવા લાગે છે. જો તમને પોતાની એલર્જી અંગેની જાણકારી નથી તો આજે એવી થોડીક ચીજો વિષે જણાવીએ જેનાથી એલર્જી થઇ શકે છે.

(૧) પરફયુમઃ-

ઘણા લોકોને પરફયુમની એલર્જી હોવાના કારણે તેના સંપર્કમાં આવતા જ ખાંસી ઉત્પન્ન થાય છે. જોકે કેટલાક એવા પણ લોકો હોય છે જેમને બધી જાતની ખુશ્બુથી સમસ્યા નથી થતી. ફુલોની ખુશ્બુ પ્રાકૃતિક છે એટલે મોટાભાગના લોકોને ફૂલોની ખુશ્બુથી એલર્જી નથી થતી, પણ પરફયુમની ખૂશ્બુ ઘણા બધા પદાર્થોથી બને છે જેના કારણે એલર્જી થઇ શકે છે. જે પ્રકારની ખૂશ્બુથી તેમને એલર્જી હોય તેવા પ્રકારની ખૂશ્બૂના સંપર્કમાં આવતા જ શ્વાસન માર્ગમાં રૂકાવટ ઉત્પન્ન થાય છે અને તેના લીધે ખાંસી આવવા લાગે છે.

પાળેલા જાનવર :-

પાલતુ જાનવરોની એલર્જી બહુજ ખતરનાક હોય છે. લોકો ઘરમાં જાતજાતના જાનવરો પાળતા હોય છે અને જાનવરોમાંથી નીકળતો ખોડો કેટલાય પ્રકારની એલર્જી ઉત્પન્ન કરી શકે છે. ખોડો જ નહીં પણ કુતરા જેવા પાલતુ પ્રાણીઓ દરેક જગ્યાએ પોતાની લાળ છોડે છે. કુતરાની લાળ બહુ વધારે એલર્જીક હોય છે એટલે કેટલાક લોકો પાલતુ પ્રાણીઓ પાસે આવતા જ ખાંસવા લાગે . કુતરા જેવા જાનવરથી જો એલર્જી થાય તો તેના લીધે આપણી રોગપ્રતિકારક શકિત પણ ઓછી થઇ જાય છે.

ફૂલના કુંડાઃ-

ઘણીવાર ફુલના કુંડા પણ લોકોની એલર્જીનું કારણ બને છે. જો કુંડાની માટી ભીની હોય તો તેમાં સફેદ રંગના ફોડકા થઇ જાય છે અને તેમાં જાત જાતના બેકટેરીયા અને વાઇરસ ઉત્પન્ન થાય છે. આ બેકટેરીયા અને વાયરસ હવામાં તરી શકે છે અને હવાના માધ્યમથી આપણા શ્વાસન તંત્રમાં ઘુસીને ખાંસીની સ્થિતિ ઉત્પન્ન કરે છે. એટલે જ ઘણા લોકોને કુંડા પાસે આવતા જ ખાંસી આવવા લાગે છે.

પથારીની એલર્જી :-

દિવસભર એલર્જીથી દૂર રહીએ પછી રાત્રે પથારીમાં જતા જ ખાંસી આવવી સ્પષ્ટ દર્શાવે છે કે તમને પથારીની એલર્જી છે. તમારા તકીયા અને રજાઇમાંથી રૂના ઝીણા ઝીણા રેસા નીકળીને બહાર આવી જાય છે અને તેમાં ધૂળનું એક પડ બાજી જાય છે. આ રેસાઓ એટલા નાના હોય છે કે શ્વાસ લેતા જ તે નાકમાં ઘુસી જાય છે. આ રેસાઓના કારણે આપણને ખાંસી અને છીંકની તકલીફ પથારીમાં જતાની સાથે જ ઉભી થાય છે. (૮. ૬)

(4:26 pm IST)