દેશ-વિદેશ
News of Saturday, 8th December 2018

ધ્યાન રાખજો બાપલા.......

હેડ ફોન પર ગીત સાંભળતો હતો, કરંટ લાગતાં મોત

કુઆલાલમ્પુર તા ૮ : ચાજિંર્ગ કેબલ્સથી કરંટ લાગતા કેટલાક લોકોના મોતના સમાચાર તો આપણે સાંભળ્યા છે, પરંતુ હેડફોન પર ગીત સાંભળતા કોઇ વ્યકિતને કરંટ લાગવાની અને તેનાથી મૃત્યુના સમાચાર પહેલીવાર સામે આવ્યા છે. મલેશિયામાં મોબાઇલ ફોનના પ્લગ કરેલા હેડફોનથી યુવકના મોતે ગેઝેટેસની સુરક્ષાને લઇને સવાલ ઉભા કર્યા છે.

પોલીસે જણાવ્યું કે કિશોરની માતા બપોરે ઘરે આવી ત્યારે તેણે તેના પુત્રને બેભાન હાલતમાં જોયો. મહિલાએ જણાવ્યું કે તેણે સવારે તેના પુત્રને અચેતન અવસ્થામાં જોયો હતો, પરંતુ તેણે વિચાર્યુ હતું કે સુતો હશે, પરંતુ બાદમાં મહિલાને અસહજતા અનુભવાઇ અને તે પુત્રને જોવા માટે ઘરે પાછી ફરી.

મહિલાએ જણાવ્યુઁ કે તેનો પુત્ર એ જ હાલતમાં પડયો હતો, જેરીતે સવારે હતો. તેના શરીરે સ્પર્શતા તેને ખ્યાલ આવ્યો કે તે સાવ ઠંડો થઇ ચુકયો છે. મહિલાને તાત્કાલિક ફોન કરીને ડોકટરને ઘરે બોલાવ્યા. તપાસ બાદ ડોકટરે જણાવ્યું કેતેના કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. બાદમાં તેને હોસ્પિટલે લઇ જવાયો. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ એ વાત પણ સાબિત પણ થઇ ગઇ કે તે વ્યિકિતનો ફોન ચાર્જિગમાં હતો અને આ દરમિયાન તે હેડ ફોન લગાવીને ગીત પણ સાંભળતો હતો.

આ ઘટના પહેલી વાર બની નથી.આ પ્રકારે મોતના ઘણા  સમાચર સામે આવી ચુકયા છે. આ વર્ષની શરૂઆતમાં આ પ્રકારે બ્રાઝિલમાં એક યુવતીનું મૃત્યુ થયું હતું. હંમેશા એવી સલાહ આપવામાં આવે છે કે ચાર્જિગમાં લગાવીને ફોન નો ઉપયોગ ન કરવો અને ચાર્જિગ દરમિયાન હેેડ ફોન પણ ન લગાવવો.આ બાબતો કયારેક જીવલેણ સાબિત પણ થઇ શકે છે. (૩.૮)

(4:25 pm IST)