દેશ-વિદેશ
News of Saturday, 8th December 2018

યુક્રેનની સેનાએ ત્રણ રશિયન ઘૂસણખોરોને ઠાર માર્યા: બે ઘાયલ

યુક્રેનના ગુપ્ત વિભાગે દાવો કર્યો હતો કે યુક્રેનની સેનાએ રશિયાના ત્રણ ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. આ કાર્યવાહીમાં બે ઘૂસણખોરો ઘાયલ થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોએ સૈન્યના સ્થળોની મુલાકાત લીધી હતી.

  બીજી તરફ રશિયાની સેનાએ પણ યુક્રેનના ડોનાસ સ્થિત સૈન્ય ઠેકાણાંઓ પર 15 વખત ગોળીબાર કર્યો હતો. વળતા જવાબમાં યુક્રેન સેનાએ ત્રણ રશિયન ઘુષણખોરોને ઠાર માર્યા હતા.

(10:02 am IST)