દેશ-વિદેશ
News of Friday, 8th November 2019

ઓએમજી અહીંયા દર્દીના શરીર પર આગ લગાવીને તેમની બીમારીની સારવાર કરવામાં આવે છે

નવી દિલ્હી: અમુક વાત પર વિશ્વાશ કરવો ઘણીવાર મુશ્કેલ બની જતો હોય છે જયારે કોઈ વ્યક્તિને બીમારી થાય છે અને તે ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર તેમને દવા જ આપતા હોય છે અને જરૂર પડે તો ઓપરેશન કરીને તેમની સારવાર કરે છે પરંતુ એક જગ્યા એવી છે જ્યાં દર્દીના શરીર પર આગ લગાવીને તેમની બીમારીની સારવાર કરવામાં આવે છે. આ અનોખો રિવાજ ચીનમાં છે.

                  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીનમાં તેને ફાયર થેરેપી કહેવામાં આવે છે અને અહીંયા છેલ્લા 100 વર્ષોથી આ પદ્ધતિથી લોકોની સારવાર કરવામાં આવે છે. અહીંયા લોકો મોટી મોટી બીમારીઓની સારવાર લેવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે.

(6:35 pm IST)