દેશ-વિદેશ
News of Friday, 8th November 2019

ઇરાનના પૂર્વી અઝરબૈજાન પ્રાંતમાં 5.9ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા: પાંચના મૃત્યુ: 120થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી :ઇરાનના પૂર્વી અજરબૈઝાન પ્રાંતમાં રેક્ટર સ્કેલ 5.9ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યા બાદ શુક્રવારે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત નિપજ્યા છે અને 120થી વધુ લોકો ઘાયલ થયા છે.

પ્રેસ ટીવીના રિપોર્ટ અનુસાર, પ્રાંતીય રાજધાની તબરેજથી લગભગ 120 કિલોમીટર દૂર ભૂકંપની ઉંડાઇ 8 કિલોમીટર હતી અને તેને નજીકના ટાર્ક શહેરને પ્રભાવિત કર્યું હતું.                

                          ભયના લીધે ઘણા લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળીને રસ્તા પર આવી ગયા હતા. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.યૂરોપીયન-મેડિટેરેનિયમ સીસ્મોલોજિકલ સેન્ટર (ઇએમએસસી)ના અનુસાર લગભગ 2 કરોડ લોકોએ ઇરાન અને સંભવત: પડોશી તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

(6:30 pm IST)