News of Monday, 8th October 2018
ઈરાનમાં ભારે વરસાદના કારણે 7ના મોત
નવી દિલ્હી: ઇરાનના ઉતરી અને પશ્ચિમી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી થઇ રહેલ વરસાદના કારણે તબાહી મચી જવા પામી છે જેમાં ઓછામાં ઓછા 7 લોકો મોતને ભેટ્યા છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ત્રણ રાજ્યો મજંદરન, ગિલાન અને ગોલ્સટનમાં થયેલ જોરદાર વરસાદના કારણે માર્ગ તેમજ મકાન અને અન્ય પુલ પણ આધારભૂત થઇ ગયા છે જેના કારણે ખુબજ નુકશાન થયું હોવાનું પણ જણાઈ રહ્યું છે અને પૂરના કારણે ઘણી બધી ગાડીઓ પણ પાણીમાં ફસાઈ ગઈ હોવાનું જણાઈ રહ્યું છે કહેવાય રહ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં આ સૌથી વધારે પડેલો વરસાદ છે.
(7:32 pm IST)