News of Thursday, 8th August 2019
81 વર્ષીય આ વૃધ્ધે 24 લાખ બાળકોના જીવ બચાવ્યા
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના જેમ્સ હૈરિસનનું નામ આખા દેશમાં જાણીતું થઇ ગયું છે તેને મેન વિથ ધ ગોલ્ડન આર્મ કહેવામાં આવે છે આ ઓળખ તેમને 24 લાખ બાળકોનો જીવ બચાવવા માટે મળી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે છેલ્લા 60 વર્ષમાં તેમને રક્તદાન કરીને 24 લાખ બાળકોના જીવ બચાવ્યા છે કારણ કે તેમના રક્તમાં રોગોથી લડનાર વિશિષ્ઠ પ્રતિરોધી ક્ષમતા છે. જેના દ્વારા વૈજ્ઞાનિકોએ રિસસ રોગથી લડનાર એટી ડી નામની એક રસી બનાવી છે. આ કારણોસર આ વૃધ્ધે 24 લાખ બાળકોનો જીવ બચાવ્યો છે.
(7:22 pm IST)