દેશ-વિદેશ
News of Tuesday, 7th July 2020

કુવૈતમાં આવેલ નવા નિયમોથી આંઠ લાખ ભારતીયોની નોકરી પર આવી શકે છે જોખમ

નવી દિલ્હી: કોરોનાની મહામારી અને તેના પગલે આવી રહેલી આર્થિક મંદીમાં વિદેશમાં કામ કરી રહેલા ભારતીયોને અસર કરે તેવા એક પગલાંમાં કુવૈતે નવો નિયમ બનાવવાનું નક્કી કર્યું છે જેના કારણે આઠ લાખ ભારતીય કામદારોને પાછા વતનની વાટ પકડવી પડે તેમ છે. ગલ્ફ ન્યૂઝા અહેવાલ અનુસાર, કુવૈતની નેશનલ એસેમ્બલીની કાનૂની અને વિધાનસભા સમિતિ સ્થળાંતર ક્વોટા બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. જેનાથી આઠ લાખ ભારતીય મજૂરોએ કુવૈતથી પરત ફરવું પડશે. નેશનલ એસેમ્બલીની કાનૂન અને વિધાનસભા સમિતિએ નક્કી કર્યુ છે કે, સ્થળાંતર ક્વોટા બિલનો ડ્રાફ્ટ બંધારણીય છે.

           બિલ અનુસાર, પ્રવાસી ભારતીયોની સંખ્યા કુવૈતની કુલ વસ્તીના 15%થી વધારે હોવી જોઇએ નહીંહવે બિલ સંબંધિત સમિતિ પાસે વિચાર માટે મોકલવામાં આવ્યું છે. કુવૈતની કુલ વસ્તી 43 લાખ છે, જેમાથી 30 લાખ પ્રવાસી મજૂરો છે. કુલ પ્રવાસીઓમાં 14.5 લાખ ભારતીય છે. જોકે, 15% ક્વોટાનો અર્થ ભારતીયોની સંખ્યા 6.5-7 લાખ સુધી સીમિત કરવામાં આવી શકે છે.

(6:07 pm IST)