દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

પાકિસ્તાનમાં 38 લોકોને લઈને જતી નાવડી ડૂબી જતા 3 બહેનોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારના રોજ 38 યાત્રીઓને લઈને જતી એક નાવડી ડૂબી જવાના કારણે ત્રણ બહેનોના મોત નિપજ્યા છે પોલીસ અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નાવડીમાં તેની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા જેના કારણે પરિસ્થિતિ સર્જાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે. ખૈબર પખ્તુનખ્વાના સ્વાબી જિલ્લામાં કુદલ જળાશયમાં નાવડી પલ્ટી ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:26 pm IST)