દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

યમનના મસ્જિદમાં બંદૂકધારીના હુમલામાં પાંચના મોત

નવી દિલ્હી: યમનના સરકારી નિયંત્રણ વાળા દક્ષિણ પ્રાંત ઢાળિયામાં શુક્રવારના રોજ એક મસ્જિદ પર અજ્ઞાત બંદૂકધારીઓએ હુમલો કરીને ઓછામાં ઓછા પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચરમપંથી બંદૂકધારીઓએ એક સમૂહ પર મસ્જિદમાં જીવલેણ હુમલો કરતા ઓછામાં ઓછા પાંચ લોકો મોતને ભેટ્યા છે અને ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:24 pm IST)