આવી ઉંધી ખોપડીઓ પણ હોય છે
ઉત્ત્ર પશ્ચિમ લંડનની ઘટના જાણીને તમે પણ સ્તબ્ધ થઇ જશો. જી હા એક બસમાં ટ્રાવેલ કરી રહેલા લેસ્બિયન કપલ પર ત્યારે હુમલો કરાયો જયારે તેમણે એકબીજાને કિસ કરવાની ના પાડી દીધી. હુમલાખોરોએ પહેલાં માંગણી કરી હતી કે કપલ એક બીજાને કિસ કરે જેથી કરીને તે બંનેને ચુમતા જોઇ શકે. કપલે આમ કરવાની ના પાડી દીધી તો બંને મહિલાઓને લોહીલુહાણ કરી દીધી.
લંડનમાં હુમલાખોરોએ અમેરિકન મહિલા ક્રિસનું જડબું તોડી નાંખ્યું અને તેની સાથીનું નાક તોડી નાંખ્યું. મહિલાઓની સાથે લૂંટફાટ પણ કરી. ૨૯ વર્ષની ક્રિસ પોતાની ૨૮ વર્ષની પાર્ટનર મેલાનિયા ગેમોનૈત સાથે મુસાફરી કરી રહી હતી ત્યારે ૩૦મી મેના રોજ આ ઘટના બની હતી.
જો કે ઘટના બાદ ક્રિસે કહ્યું કે અમને લેસ્બિયન કપલ તરીકે જોવાતા અમે ડરતા નથી. ક્રિસે કહ્યું કે કેટલાંક યુવાનોએ તેમને એકબીજાનો હાથ પકડતા જોઇ ગયા અને સેકશુઅલ ગેસ્ચર બનાવતા કિસ કરવાની ડિમાન્ડ કરવા લાગ્યા.
ક્રિસે કહ્યું કે તે લોકો પોતાની સીટ પરથી ઉભા થયા અને અમારી પાસે આવી ગયા. ખૂબ જ આક્રમક હતા અને અમને પ્રતાડિત કરતા રહ્યા. એક સૌથી પાછળ ઉભો હતો અને અમારા પર સિક્કા ઉછાળી રહ્યા હતા. શરૂઆતમાં મેલાનિયાએ દોસ્તાના થઇને સ્થિતિને સંભાળવાની કોશિષ કરી પરંતુ હુમલાખોરોએ પાછળ હટવાની તૈયારી કરી નહીં. બંનેના ચહેરા પર દ્યટના બાદ ઇજાના નિશાન સ્પષ્ટ દેખાઇ શકે છે. બાદમાં આ કેસમાં ચાર ટીનેજરની ધરપકડ કરાઇ છે.